મોટાભાગના વિસ્તારોમાં અમી છાંટણા થતાં લોકોમાં ખુશી મોરબી : મોરબીમાં આજે અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાએ પોતાની હાજરી પુરાવીને મુહૂર્ત સાચવ્યું છે. શહેર તેમજ ગ્રામ્ય પંથકના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા, જેને પગલે વાતાવરણમાં ગરમીથી આંશિક રાહત મળી છે અને ઠંડક પ્રસરી ગઈ છે.સનાતન પરંપરા અને કૃષિ સંસ્કૃતિમાં અષાઢી બીજના દિવસે વરસાદનું આગમન થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસના વરસાદને આગામી વર્ષ માટે સારા ચોમાસાના સંકેત તરીકે જોવામાં આવે છે. મોરબીમાં મેઘરાજાના આ શુભ પગલાંથી ધરતીપુત્રો સહિત સામાન્ય નાગરિકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.#Morbi #Monsoon #AshadhiBeej #RainUpdate #MorbiNews #MorbiUpdate