મોરબી અને વાંકાનેરમાં પણ મેઘરાજા ધીમી ધારે વરસ્યા મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌથી વધુ છેલ્લા 2 કલાકમાં ટંકારામાં મેઘરાજાએ સટાસટી બોલાવી બે ઇંચ વરસાદ વરસાવ્યો છે. મોરબી જિલ્લામાં સાંજે 4થી 8 દરમિયાન મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોરબીમાં સાંજના અરસામાં મેઘરાજા ધીમી ધારે વરસ્યા હતા. બપોરે 2થી 4 દરમિયાન 82 મિમી એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. વાંકાનેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા. જ્યારે ટંકારા પંથકમાં તો મેઘરાજા ધોધમાર વરસ્યા હતા. જેને કારણે ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું. સાંજે 4થી 8 દરમિયાન પડેલો વરસાદ મોરબી - 2 mm ટંકારા - 46 mm વાંકાનેર - 17 mm હળવદ - 0 mm માળીયા - 0 mm