મોરબી : રાજકોટમાં આજે મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ઓચિંતા વાતાવરણ પલટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સાંબેલાધારે સવા ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજકોટ મહાપાલિકાના ચોપડે વેસ્ટ ઝોનમાં 80 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 62 મીમી અને ઈસ્ટ ઝોનમાં 35 મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.