બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન સૌથી વધુ વાંકાનેરમાં વરસાદ પડ્યો, મોરબીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયોમોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ જાણે મુકામ કર્યો હોય તેમ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં એટલે કે બપોરે 2થી 4 દરમિયાન પણ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ વાંકાનેરમાં પડ્યો છે. અહીં માત્ર બે જ કલાકમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. બપોરે 2થી 4 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 5 mm● મોરબી 15 mm● ટંકારા 7 mm● વાંકાનેર 80 mm● હળવદ 2 mmસવારે 6થી બપોરે 4 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 42 mm● મોરબી 93 mm● ટંકારા 20 mm● વાંકાનેર 117 mm● હળવદ 25 mm#MorbiUpdate #MorbiRain #RainfallReport #MorbiNews #GujaratRain #Maliya #Halvad #Wankaner #Tankara #WeatherUpdate