જિલ્લાના 214 સ્થળોએ વેકસીનેશન પ્રક્રિયા હાથ ધરાશે મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેકસીનેશનની પ્રક્રિયા વધુ વેગવંતી બનાવવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં આવતીકાલે મંગળવારે મેગા વેક્સીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લાના 214 સ્થળોએ વેકસીનેશન પ્રક્રિયા હાથ ધરાશે. મોરબી જિલ્લામાં શરુઆતથી કોરોના વેકસીનેશનની કામગીરી અસરકારકતાથી થઈ રહી છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ વિવિધ સ્થળે વેકસીનેશનનું આયોજન કરીને લોકોને કોરોના સામે લડાઈમાં રસીકરણરૂપી સુરક્ષાકવચ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.જો કે દિવાળી પછી કોરોનાએ ફરી રીએન્ટ્રી કરતા આરોગ્ય તંત્ર પણ વેકસીનેશનની ઝુંબેશ માયે વધુ સચેત બન્યું છે. ત્યારે આવતીકાલે મોરબી જિલ્લામાં મેગા વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના કુલ 214 સ્થળોએ રસીકરણ કરાશે. આ 214 સ્થળોમાં મોરબી તાલુકાના 55 સ્થળો, માળીયા તાલુકાના 15 સ્થળો,વાંકાનેર તાલુકાના 63 સ્થળો, ટંકારા તાલુકાના 30 સ્થળો, હળવદ તાલુકાના 49 સ્થળોનો સમાવેશ થાય છે.