કોરોના સામે સુરક્ષાચક્ર સુનિશ્ચીત કરવા ખાસ કોવીશીલ્ડ અને કોવેકસીન બન્ને વેકસીન ઉપલબ્ધ કરાશે વધુમાં વધુ લોકોને લાભ લેવા તંત્રની અપીલ મોરબી : મોરબી જિલ્લામાં આગામી મંગળવારે વેકસીનેશનની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં 108 સ્થળોએ કોવિડ સેશન ગોઠવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ એક દિવસ માટે 20 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવનાર છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે કોરોનાની મહામારીમાંથી બહાર નીકળવા માટે કોવીડ રસીકરણનું ખુબ જ મહત્વ છે. ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ આ રસી લેવી જોઈએ જેથી કોરોના સામે રક્ષણ મળી શકે. કોવીડ રસીકરણ કરવાથી કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર થતી નથી. આ રસી લેવાથી કોવીડ સામે લડવાની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે. આ રોગપ્રતિકારક શકિત પોતાને તેમજ સમાજને ગંભીર પ્રકારના કોરોના સામે રક્ષણ આપે છે. તા.૩૧/૦૮/૨૦૨૧ મંગળવારનાં રોજ સમગ્ર મોરબી જીલ્લામાં કોરોના સામે સુરક્ષાચક્ર સુનિશ્ચીત કરવા ખાસ કોવીશીલ્ડ અને કોવેકસીન રસીકરણ મેગા ડ્રાઈવ કરવાનું આયોજન કરેલ છે. જેમનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ અને જે વ્યકિતએ કોવેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૨૮ દિવસ પુર્ણ થયેલ હોય તેમજ કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૮૪ દિવસ પુર્ણ થયેલ હોય તેવા તમામ લાભાર્થીઓના બીજા ડોઝ માટે મોરબી જીલ્લાનાં તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોને આવરી લેતી કુલ ૧૦૮ જગ્યા એ કોવીડ રસીકરણનું સેશનનું ખાસ આયોજન મહા મંગળવારનાં દિવસે કરેલ છે. આ માટે રાજય સરકાર દ્રારા મોરબી જીલ્લાને એક જ દિવસ માટે ૨૦,૦૦૦ ડોઝની ફાળવણી કરેલ છે. દરેક સેશન સાઈટ પર વધુમાં વધુ લાભાર્થીઓને કોરોના રસી થી રક્ષિત કરી શકાય તે માટે આ મહાઅભિયાનમાં દરેક નવયુવાનો, વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્લાઓના માલિકો તથા કામ કરતાં લોકો, શાળા, કોલેજ, કોચિંગ કલાસીસનાં શિક્ષકો તેમજ ધંધા રોજગાર અર્થે જતા તમામ લોકો તેમજ તેમનાં કુટુંબીજનો સહિત સૌ નાગરિકો, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સૌ આગેવાનોને ઉત્સાહભેર ભાગ લેવો તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી અને જિલ્લા આર.સી.એચ. અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..