સૌથી વધુ મોરબીના ટાઉન હોલ ખાતે 2 હજારનો ડોઝનો જથ્થો ફાળવાયો, રજિસ્ટ્રેશનની ધીમી પ્રક્રિયાને કારણે લાંબી કતારો લાગી મોરબી : સરકારે વેપારીઓ સહિત તમામ ધંધાર્થીઓ માટે વેકસીનેશન ફરજિયાત કરાવવાના આદેશો આપતા આજે મોરબી જિલ્લામાં તંત્ર દ્વારા ખાસ ધંધાર્થીઓ માટે 17 જગ્યાએ મેગા રસીકરણ કેમ્પ યોજાયા હતા. જ્યારે સૌથી વધુ મોરબીના ટાઉન હોલ ખાતે 2 હજાર ડોઝનો જથ્થો ફાળવાયો છે. પણ રજિસ્ટ્રેશનની ધીમી પ્રક્રિયાને કારણે લાંબી કતારો લાગી છે. મોરબી જિલ્લામાં તમામ વેપારીઓ સહિતના ધંધાર્થીઓ માટે આજે તંત્ર દ્વારા 17 સ્થળો ઉપર મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી મોરબીમાં જ અલગ અલગ 10 જગ્યાએ મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ એકમાત્ર મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલા રસીકરણ કેમ્પમાં 2 હજાર જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા છે. આજે સવારથી રસીકરણ કરવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. ટાઉન હોલ ખાતે લોકોની કતારો એટલી બધી છે કે નગરપાલિકાના મુખ્ય ગેઇટથી રોડ ઉપર લોકોની લાઈન પહોંચી ગઈ છે. આ સ્થિતિ જોતા વેકસીનેશન માટે ધંધાર્થીઓનો અદમ્ય ઉત્સાહ દેખાઈ આવે છે. પરંતુ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં થોડી વાર લાગતી હોય લોકોને હાલાકી પડે છે. જો કે, રજિસ્ટ્રેશન અને વેકસીનેશન માટે 8-8 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. પણ રજિસ્ટ્રેશનમાં વાર લાગતી હોય લોકોની ભીડ વધી રહી છે. આ સ્થિતિ મોટાભાગના સ્થળોએ જોવા મળી રહી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..