ત્રીજી લહેર સામે સાવચેતીરૂપે વેક્સીન લેવા તંત્રની અપીલ મોરબી : મોરબી જિલ્લામાં કાલે ગુરુવારે કોવિડ વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજાશે. જે અંતર્ગત જિલ્લામાં 205 સ્થળોએ વેક્સીન અપાશે. ત્યારે ત્રીજી લહેર સામે સાવચેતીરૂપે વેક્સીન લેવા તંત્રની જનતાને અપીલ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં આવતીકાલે તા. 30ના રોજ ગુરુવારે 205 જેટલા સ્થળોએ કોવિડ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. જેમાં મોરબી તાલુકાના 75 સ્થળોએ, માળીયા તાલુકાના 12 સ્થળોએ, વાંકાનેર તાલુકાના 52 સ્થળોએ, ટંકારા તાલુકાના 25 સ્થળોએ તથા હળવદ તાલુકાના 41 સ્થળોએ કોરોના રસીકરણ કરવામાં આવશે. જેમાં કોવિશિલ્ડના કુલ 33,250 તથા કોવેક્સિનના કુલ 2750 ડોઝ આપવાનો ટાર્ગેટ છે. આ વેક્સિનેશનની મેગા ડ્રાઈવ અંતર્ગત મોરબી શહેરમાં અનેક સ્થળોએ વેક્સિનેશન સેન્ટર ફાળવી 4500થી વધુ વેક્સીનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. મોરબીમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરુ થાય તે પૂર્વે વધુમાં વધુ લોકો વેક્સીન લે તથા શહેરમાં 40,000થી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે, તો તેઓ તેમના સમયે બીજો ડોઝ લઇ વેક્સીનેટેડ થાય, તેવી અપીલ નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને સીટી મામલતદાર રૂપાપરાભાઈએ અનુરોધ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..