મુંબઈથી આવેલા ટ્રેનર માનસી ઠક્કરે પૂરું પાડ્યું જરૂરી માર્ગદર્શનમોરબી : મોરબી ફોટો વીડિયો એસોસિએશન અને સીજીપીટીઆઇ ગુજરાત દ્વારા મોરબી ખાતે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર માટે સાંપ્રત સમયની ટેકનોલોજીના અપગ્રેડેશન અને માર્ગદર્શન માટે એક મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર તરીકે મુંબઈથી માનસી ઠક્કર દ્વારા ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીઝમાં અવનવી અને લેટેસ્ટ ટેકનોલોજી અને ટેકનિક સાથે ફોટોગ્રાફરને પોતાના ફિલ્ડમાં પડતા પ્રોબ્લેમ જાણી તેના ઉપર સવિશેષ ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે સંસ્થાના સ્થાપક પ્રમુખ રમેશભાઈ રૂપાલા ઉપસ્થિત રહી વર્કશોપમાં ભાગ લેનાર સર્વે ફોટોગ્રાફરને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમય નોલેજ અને ટેકનોલોજીનો સમય છે ત્યારે દરેક ફોટોગ્રાફર નવી નવી ટેકનોલોજી અપનાવે સાથે નવી ટેકનોલોજી દ્વારા બેસ્ટ ક્વોલિટી કામ લેવાની કળા શીખે જેથી હર હંમેશ કસ્ટમરને સંતોષ સાથે ગુણવત્તાસભર પ્રોડક્ટ આપવાથી જ ધંધામાં પ્રગતિ કરી શકાય તેવી શુભેચ્છા પાઠવી હતી.સંસ્થાના પ્રમુખ મહાદેવભાઈ ઊંટવાડીયા દ્વારા દરેક મહાનુભાવોનું સ્વાગત તેમજ સન્માન કરીને ઉપસ્થિત સર્વે ફોટોગ્રાફર મિત્રોને નવી ટેક્નિક સાથે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી. આ મેગાવર્કશોપને સફળ બનાવવા સંસ્થાના ઉપપ્રમુખ ભાવેશભાઈ ચીખલીયા, ખજાનચી કિરણભાઈ પોપટ, કારોબારી મેમ્બર દિગ્નેશભાઈ રાઠોડ, મહેશભાઈ પારેજીયા, જયસુખભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, સુરેશભાઈ કંજારીયા, દિલીપભાઈ રાઠોડ, શૈલેષભાઈ ગૌસ્વામી, મલઈભાઈ દફ્તરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.