મહાનગરપાલિકા દ્વારા મોટા જથ્થામાં કચરા અને પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરાયો: મંત્રી અને મેયર સહિતના પદાધિકારીઓ જોડાયામોરબી અપડેટ: આગામી 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણી કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા-2026' અંતર્ગત શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ ઝુંબેશમાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા, મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી (IAS), સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખાના ચેરમેન મેઘરાજસિંહ ઝાલા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ક્લીનઅપ મોરબી ટીમ (Cleanup Morbi Team) અને નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્થળ પર ચાલી રહેલી સફાઈ કામગીરીમાં જનભાગીદારી નોંધાવી જાતે સફાઈ કરી ફિલ્ડમાં કાર્યરત સફાઈ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ વિશેષ ઝુંબેશ હેઠળ ખાસ કરીને સર્કિટ હાઉસથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીના વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી મોટા જથ્થામાં પ્લાસ્ટિક વેસ્ટ અને કચરો એકત્ર કરી તેનો તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફૂટપાથની સફાઈ અને મુખ્ય રોડની સાઇડ પર આવેલા વૃક્ષોની કટિંગ કામગીરી પણ કરવામાં આવી હતી.આ તકે મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, જાહેરમાં કચરો ફેંકવાને બદલે નિયત કચરાપેટી અથવા ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં જ કચરો આપે અને મોરબીને સ્વચ્છ, સુંદર તથા કચરામુક્ત બનાવવામાં તંત્રને સહયોગ આપે.#Morbi #MorbiUpdate #MorbiNews #SwachhataHiSeva #CleanMorbi #MorbiMunicipalCorporation #SwachhBharat #GujaratGovernment