વાવડી રોડ, પંચાસર રોડ અને સામાકાંઠા વિસ્તારમાં સઘન કાર્યવાહી: મસાલાના રેપિડ ટેસ્ટ કરાયામોરબી : મોરબીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી ૫૧ જેટલી પેઢીઓમાં મેગા ડ્રાઇવ યોજીને સઘન તપાસ હાથ ધરવામાં આવતા ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા વાવડી રોડ, પંચાસર રોડ અને સામાકાંઠા વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને પેઢીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન વેપારીઓને લાઇસન્સ, દુકાનમાં સ્વચ્છતા જાળવવા તેમજ અખાદ્ય કલર અને વાસી ખોરાકના ઉપયોગ અંગે કડક સૂચનાઓ આપીને નોટિસ પાઠવવામાં આવી હતી.આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા વાવડી રોડ પર આવેલ મસાલા માર્કેટમાંથી આશરે ૧૦ જેટલા મસાલાના (મરચું, હળદર, જીરું) નમૂના લેવામાં આવ્યા હતા અને સ્થળ પર જ તેનું રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા અમુક જગ્યાએથી બિનઆરોગ્યપ્રદ અને વાસી ખોરાક પકડી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. (૧) પટેલ રાજા પાવભાજીમાંથી વાસી નુડલ્સ અને ગ્રેવીનો નાશ કરાયો હતો.(૨) વિશ્વા સ્વીટ એન્ડ નમકીનમાંથી અખાદ્ય ફૂડ કલરનો નાશ કરાયો હતો.(૩) ૐ સાઈ સ્વીટ ફાર્મમાંથી જથ્થાબંધ ફૂડ કલર અને ખરાબ થયેલ રબડીનો નાશ કરવામાં આવ્યો હતો.#MorbiUpdate #Morbi #MorbiMunicipalCorporation #FoodSafety #FoodDepartment #HealthChecking #FoodInspection #VavdiRoad #SamaKantha #MorbiNews