હળવદ : હળવદમાં નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા ખાતે આગામી તા.11ના રોજ દિવ્યાંગ પ્રમાણપત્ર અને UDID કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જરૂરી ડોક્યુમેન્ટની સાથે સંસ્થાએ રૂબરૂ હજાર રહેવાનું રહેશે. હળવદમાં આગામી તા.11ને શુક્રવારના રોજ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા ખાતે સિવિલ હોસ્પિટલ મોરબી અને સમાજ સુરક્ષા વિભાગ મોરબીના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાનાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં હળવદ તાલુકાનાં જે દિવ્યાંગ ભાઈઓ-બહેનોને દિવ્યાંગ પ્રમાણપત્ર,UDID કાર્ડ તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રિન્યૂઅલ કરવાનું કે કઢાવવાનું બાકી હોય તેવા ભાઈઓ-બહેનોએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ,જન્મતારીખનો દાખલો/એલ.સી.પાસપોર્ટ સાઇઝના ફોટો,વિકલાંગતાનું પ્રમાણપત્ર(જો હોય તો) સાથે તા.11ના રોજ સંસ્થા ખાતે રૂબરૂ હાજર રહેવા અનુરોધ કરેલ છે.