કર્મચારી સંગઠનો અને મદદગાર પરિવાર દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે કેમ્પ યોજાશેટંકારા : રક્તદાન મહાદાનના સૂત્રને સાકાર કરવા રાજ્યના કર્મચારી સંગઠનો અને મદદગાર પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અને ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવવા માટે 16 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજ્યના 378 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ ચૂક્યો છે, જેમાં સમાજના તમામ વર્ગો અને સામાજિક સંસ્થાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહી છે. ટંકારા તાલુકામાં પણ આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, જેમાં સ્થાનિક કર્મચારીઓ અને સમાજના અગ્રણીઓનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે.ટંકારા તાલુકામાં સંકલન સમિતિ (સંયુક્ત મોરચા) દ્વારા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઓરપેટ કન્યા વિદ્યાલય, ટંકારા ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પ 16 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 8 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી યોજાશે. આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના તમામ કર્મચારીઓ સાથે સમાજના વિવિધ વર્ગો અને સામાજિક સંસ્થાઓ જોડાઈ રહી છે. જે આ કાર્યને વધુ ઉત્સાહપૂર્ણ અને સફળ બનાવી રહ્યા છે.સંકલન સમિતિના પ્રયાસો અને સમાજના સહયોગથી આ કેમ્પને વિશેષ સફળતા મળવાની આશા છે. આ પ્રસંગે સર્વે લોકોને રક્તદાન માટે પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે.