વાંકાનેર : જે.જે.સી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સુવર્ણ જયંતી વર્ષના પ્રારંભ નિમિત્તે આગામી તારીખ 9 ફેબ્રુઆરી ને રવિવારના રોજ વાંકાનેરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ- વાંકાનેર તથા અજરામર એક્ટિવ અસોર્ટ- વાંકાનેર દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વાંકાનેરના દિગંમ્બર જૈન મંદિર સામે યુનિયન બેંકની સામે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. રક્તદાન કરવા માટે મો.નં. 6352049404, 9601103486, 9537731222 પર નામ નોંધાવી દેવા જણાવાયું છે.