11 જુલાઈના રોજ દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે બપોરે 3:30 થી સાંજે 7:30 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશેટંકારા : ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ અને સદજ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ટંકારા ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન એ મહાદાન છે, ત્યારે આ સેવાકીય કાર્ય થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ આગામી તારીખ 11-07-2026, શનિવારના રોજ બપોરે 3:30 થી સાંજે 7:30 વાગ્યા સુધી યોજાશે. રક્તદાન કરવા ઈચ્છુક દાતાઓ માટે કેમ્પનું સ્થળ દેવકુંવર શૈક્ષણિક સંકુલ, સરદાર લેઉવા પાટીદાર સમાજ, રાજકોટ-મોરબી હાઇવે, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે ખોડલધામ સમિતિ - મોરબી અને સરદાર લેઉવા પાટીદાર સમાજ, ટંકારા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આયોજકો દ્વારા જાહેર જનતાને તેમના મિત્ર મંડળ સાથે બહોળી સંખ્યામાં પધારવા અને રક્તદાન કરી સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Tankara #BloodDonation #NareshbhaiPatel #Khodaldham #BloodDonationCamp #MorbiUpdate #SocialWork