મોરબી : મોરબી જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આવતીકાલે તારીખ 7 માર્ચ ને ગુરુવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રક્તદાન મહાદાન અને ડોનેટ બ્લડ સેવ લાઈફના સૂત્રને સાર્થ કરવા આવતીકાલે તારીખ 7 માર્ચના રોજ સવારે 10 કલાકે મોરબીની પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. તો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પધારી રક્તદાન કરવા મોરબી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.