ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલના પ્રોજેકટ બાબતે સરકાર પોઝિટિવ મોરબી : સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને જળક્રાંતિ સર્જાય તેના માટે મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી કચ્છના નાના રણ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેના સારા પરિણામો આગામી દિવસોમાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. કેમ કે, તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે જયસુખભાઇ પટેલની મીટીંગ યોજાઈ હતી. જેમાં સારા પ્રતિભાવો મળ્યા હોવાનું કંપનીના માર્કેટિંગ વિભાગના હેડ દીપકભાઈ પારેખે માહિતી આપતા જણાવ્યું હતું. ગુજરાતમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન સારો જ વરસાદ પડે છે. જો કે મોટાભાગનું વરસાદી પાણી દરિયામાં વહી જાય છે અને ઉનાળામાં પાણીની સમસ્યા જેમની તેમ રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ દ્વારા કચ્છના નાના રણમાં 'રણ સરોવર' બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી મહેનત કરવામાં આવી રહી છે. જો આ પ્રોજેક્ટ સાકાર થશે તો ગુજરાતને નર્મદા ડેમ જેવો બીજો ડેમ મળી શકે તેમ છે તેવું જયસુખભાઈ પટેલનું કહેવું છે. થોડા દિવસો પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સૂચનાથી તેઓના આ પ્રોજેકટને લઈને દિલ્હી ખાતે એક મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં કચ્છના 'રણ સરોવર'ની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહની સાથે દિલ્હી ખાતે જયસુખભાઈની બેઠક યોજાઈ હતી. જેમાં પણ “રણ સરોવર” પ્રોજેક્ટ ઉપર ઝડપથી કામ થાય એ માટે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે પણ આ જ મુદ્દાને લઈને મીટીંગ યોજાઈ હતી. જયસુખભાઈ પટેલ પાસેથી મળતી વધુ માહિતી મુજબ 'રણ સરોવર' પ્રોજેક્ટ સાકાર થશે એટલે ગુજરાતને બીજો નર્મદા ડેમ મળી જશે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કેમ કે આ પ્રોજેક્ટ થકી ગુજરાતને હાલની જરૂરિયાત કરતાં અનેક ગણું વધુ પાણી મળી રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉતર ગુજરાતને બહુ જ મોટો ફાયદો થઈ શકે તેમ છે. જેથી આ વિસ્તારની તો શકલ બદલાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. દેશમાં વધતી જતી વસ્તી અને ઘટતા જતા પાણીના સ્ત્રોતને લઈને સમયસર યોગ્ય પગલાં ભરવામાં નહી આવે તો આગામી દિવસોમાં પાણીને લઈને દેશમાં ભયંકર પરીસ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે. કેમ કે પાણીનો વપરાશ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. નદીઓમાં માનવ સર્જિત પ્રદુષણ વધી રહ્યું છે, આવા સમયે 'રણ સરોવર' ગુજરાત માટે આશીર્વાદ સમાન બની રહે તેમ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne