મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ તેજ રફતાર પકડી છે અને કોરોના હાવી બનીને અનેક લોકોને સંક્રમિત કરી રહ્યો છે.ત્યારે કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા મોરબી નાની વાવડી ગ્રામ પંચાયત દ્વારા આંશિક લોકડાઉનનો નિર્ણય લેવા આવતીકાલે મહત્વની મીટીંગ યોજાશે. મોરબીના નાની વાવડી ગ્રામ પંચાયતની સતાવાર યાદીમાં જણાવાયું હતું કે, કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે નોરબીના નાની વાવડી ગામે કોરોનાનું સંક્રમણ ટાળવા માટે તકેદારીના પગલાં લેવાના ભાગરૂપે આંશિક લોકડાઉન લાગુ કરવા અંગે આવતીકાલ તા.6 ના રોજ સાંજે પાંચ વાગ્યે ગામના ઝાંપા પાસે મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.આ મીટીંગમાં નાની વાવડી ગ્રામ.પંચાયત વિસ્તાર તથા મારુતિનગર, ભક્તિનગર, સમજુબા સોસાયટી, ભગવતી પાર્ક સહિતની સોસાયટીમાં આવેલ તમામ દુકાનદારો, કેબીન ધારકો અને લારી-ગલ્લા ધારકોને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.