મોરબી : આગામી તારીખ 5ને સોમવારે સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિના સૌરાષ્ટ્ર પંથકમાં વસવાટ કરતા વ્યાસ જ્ઞાતિના તમામ લોકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મીટીંગનું આયોજન જ્ઞાતિના મકાને, અંબિકા રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. મોરબીમાં આગામી 5 તારીખે સમસ્ત વ્યાસ જ્ઞાતિના લોકો માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીંગમાં જ્ઞાતિ ટ્રસ્ટના ગતવર્ષ અને ચાલુવર્ષના હિસાબ, લેખાજોખા રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વર્તમાન સમયમાં શિક્ષણ અને સંગઠનની અનિવાર્યતા ઉપર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે. આ વાર્ષિક જનરલ મીટીંગમાં સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ સહિતમાં વસવાટ કરતા વડીલ, યુવાન જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપવા માટે પ્રમુખ ડો. દિલીપભાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne