જિસકા માલ ઉસકા હમાલ પધ્ધતિ સામે બાંધછોડ નહીં કરવા ટ્રાન્સપોર્ટ એસોશિએશન મક્કમ મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા દસ દિવસથી ચાલતી ટ્રક હડતાળને કારણે સીરામીક, પેપરમીલ સહિતના ઉદ્યોગોને માઠી અસર પડી છે ત્યારે આજે જિલ્લા કલેકટર દ્વારા ટ્રાન્સપોર્ટ એસોશિએશનને તેડું મોકલી હડતાળનું નિરાકરણ આવે તે માટે બપોરે ત્રણ વાગ્યે અગત્યની બેઠક યોજવામાં આવી છે. જેમાં સીરામીક એસોશિએશન સહિતના સંગઠનો પણ હાજર રહેશે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા જિસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ અમલી બનાવવાની માંગ સાથે 26 જુલાઈથી લોડિંગ અનલોડીંગ બંધ કરી દેવામાં આવતા સીરામીક, પેપરમીલ સહિતના ઉદ્યોગોને અસર પહોંચતા આજે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ટ્રાન્સપોર્ટ એશોશિએશનને તેડું મોકલી હડતાળનો ઉકેલ લાવવા અગત્યની બેઠક યોજવામાં આવી છે. જેમાં સીરામીક એશોશિએશન પણ હાજર રહેનાર છે. બીજી તરફ મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, અમો પણ હડતાળનો અંત ઇચ્છીએ છીએ. જો જિસકા માલ ઉસકા હમાલ પધ્ધતિ સ્વીકારી લેવામાં આવે તો કોઈ પ્રશ્ન જ નથી અને વિશેષમાં આ માલ મજૂરી ટ્રાન્સપોર્ટરો નહીં ભોગવે તેવી માંગ રાષ્ટ્રીય લેવલે થઈ છે. જેથી તેમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે તેવું પણ અંતમાં પ્રભાતભાઈએ ઉમેર્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..