એસોસિએશન દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા મોરબી : મોરબી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિયેશનની ડેસ્ટિનેશન મિટિંગ જાગીરા-ધ જંગલ રિસોર્ટ, ગામ ચિત્રોડ, સાસણ ગીર ખાતે ગઈકાલ તારીખ 28ને રવિવારના રોજ યોજવામાં આવી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મોરબી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ ડીઝલ એસોસિએશનની ડેસ્ટિનેશન મીટીંગનું આયોજન ગઈકાલે ગુજરાત રાજયના ફેડરેશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર તથા મોરબી જિલ્લાના પ્રમુખ હર્ષદભાઈ કડીવાર અને મંત્રી અનિલભાઈ બુધ્ધદેવ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રમુખ હર્ષદભાઈ કડીવાર દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવેલ હતી કે પેટ્રોલ પંપ ડીલર્સને ઓ.એમ.સી કંપની તરફથી RSP પર કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી, તો આવા ડિસ્કાઉન્ટ આપતા પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ લેતી વખતે ગુણવતા તથા જથ્થાની યોગ્ય તપાસ કરવી તેવું પ્રમુખ દ્વારા સ્પષ્ટ શબ્દો માં જણાવવા માં આવ્યુ હતું. આ ઉપરાંત અન્ય બાબતો પર નિર્ણયો કરવામાં આવ્યા હતા જેમાં ઉધારી બંધ કરવા બાબતે, ઉધાર વાળા ખાતા કે ડેબિટર્સ પાસેથી પાંચ કોરા ચેક તથા પંપ અને ડેબિટર્સ વચ્ચે ઉધારીના કરારનું 100 રૂ. ના સ્ટેમ્પ પેપર્સ પર લખાણ, ડેબિટર્સ દ્વારા આજુ બાજુના અન્ય પંપનું નો ડ્યુ સર્ટિફિકેટ કે પંપ દ્વારા માંગવામાં આવે તેનું એન.ઓ.સી. લેવું. તેમજ ખાસ બાયો ડિઝલ વાપરતા પહેલા લોકોને તેની ગુણવતા તથા જ્વલનબિંદુની ખરાઈ કરવી ત્યારબાદ જ વાહન કે અન્ય કોઈ મશીનમાં ઉપયોગ માં લેવું નહીંતર એન્જિન ફેલ થઈ જશે, એવી તાકીદ પણ કરવામાં આવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne