મોરબી : જી.જે. શેઠ કોમર્સ કોલેજ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ માટે આજે તારીખ 1ને ગુરુવારે રાત્રે 9:15 વાગ્યે નવનિર્માણ કલાસીસ(મયુર શુકલ), ઘનશ્યામ ચેમ્બર, એકસીસ બેંક સામે, ખોખાણી પ્રેસ પાછળ નવયુગ ગારમેન્ટ ચોકડી, જૂના મહાજન ચોક, ડૉ. તખતસિંહજી રોડ, મોરબી ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે અનુરોધ કરાયો છે. જી.જે. શેઠ કોમર્સ કોલેજ દ્વારા આગામી સમયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાનાર છે. આજના સમયની માંગ અને આવનારા સમયની જરૂરિયાત એવા વૃક્ષો વાવવા માટે કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ ગોઠવવા માટે એક મીટીંગનું આયોજન આજે કરવામાં આવ્યું છે.આ મિટિંગની વધુ માહિતી માટે સંજય રાજપરા(વકીલ મો.ન. 9825329722), શૈલેન મહેતા (મનુભાઇ ડ્રેસવાળા મો.ન. 9429979099), ભાવિન દોશી (પ્રમુખ, ઇન્ડિયન લાયન્સ કલબ મો.ન. 94269 42449), દિલીપ બરાસરા (પત્રકાર, સંદેશ ન્યુઝ મો.ન. 9879189882) અને ગરમોરા સાહેબ (કોમર્સ કોલેજ મો.ન. 9879285747) નો સંપર્ક સાધવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne