વાંકાનેર : તારીખ 20 જુલાઈ ને રવિવારના રોજ વાંકાનેરના શ્રીરામ કોમ્પલેક્ષ માર્કેટ ચોક ખાતે જન્માષ્ટમીની રથયાત્રા અને ગણપતિ ઉત્સવની શોભાયાત્રા નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં પ્રાથમિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મીટિંગમાં વાંકાનેર તાલુકાનાં દરેક ગામથી અને વાંકાનેર શહેરમાંથી ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જુદાં જુદાં સમાજનાં આગેવાનોએ આ રથયાત્રામાં જંગી સંખ્યામાં જોડાવવા માટેનું આહ્વાન કર્યું હતું અને જન્માષ્ટમી રથયાત્રા અને ગણપતિ શોભાયાત્રાનાં આયોજન માટેની હવે પછીની ધર્મસભામાં બહોળી સંખ્યામાં હાજર રહેવા માટે જીતુભાઈ સોમાણીએ પોતાની આગવી શૈલીમાં આહ્વાન કર્યું હતું. આ મિટિંગ પુર્ણ થયે ધરેક ધર્મપ્રેમી લોકોને જીતુભાઈ સોમાણી દ્વારા ભોજન કરાવવામાં આવ્યું હતું.