મોરબી : દેશ આખામાં કોરોનાની મહામારી ફેલાય છે અને સરકાર તરફથી છેલ્લા ૪o દિવસથી લોકડાઉન છે જેના કારણે લોકોના કામ ધંધા બંધ છે અને માણસો આર્થિક રીતે પરેશાન છે. નાના ધંઘા કરતા લારી ગલ્લા અને દુકાન વાળા લોકો પોતાના કુટુંબનું માંડ માંડ ગુજરાન ચલાવતા હતા. અને વેરા ભરતા પણ હતા પરંતુ કોરોના જેવી મારામારીમાં ધંધા રોજગાર સાવ બંધ છે ત્યારે પ્રજાના મતથી સદસ્ય બનેલ ભાજપ- કોગ્રેસના બાવન સદસ્ય પક્ષને ભૂલી પ્રજાના માટે સાથે મળી નગરપાલિકાના તમામ વેરા ભરવામાંથી મુક્તિ આપે તો પ્રજાને ઘણી રાહત થાય તેમ છે. આ માટે બધા સદસ્યોએ ભેગા મળી ઠરાવ કરી પ્રજાને વેરાની રકમ ભરવામાંથી મુક્તિ અપાવી જોઇએ. લોકોની પણ લાગણી અને માગણી છે તો તાત્કાલિક વેરા ભરવામાંથી મુક્તિ આપવામાં આવેતેમ મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરૂની યાદીમાં જણાવાયું છે.