તા.8 નવેમ્બરથી ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનો પ્રારંભ : રિપોર્ટ પણ પડતર ભાવે થશેમોરબી : મોરબીમાં હવે દર્દીઓને પડતર ભાવે દવા મળશે. કારણકે તા.8 નવેમ્બરને શનિવારથી ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનો પ્રારંભ થવાનો છે. મોરબીમાં લોકોની જઠરાગ્નિ ઠારવાનું કાર્ય કરતા ફ્રી ટિફિન સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા હવે દર્દીઓને દવા એકદમ સસ્તાભાવે મળી રહે તે માટે ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરી શરૂ કરવામાં આવશે. જેનો તા.8 નવેમ્બરને શનિવારથી રામ ચોક, સિલ્વર પ્લાઝા ખાતે પ્રારંભ થશે. આ મેડીકલમાંથી દરેક ડોક્ટરની પ્રિસ્કિપ્શન મુજબની દરેક દવાઓ તેમજ લેબોરેટરી પડતર ભાવે કરી આપવામાં આવશે. તો આ સેવાનો લાભ લેવા દર્દીઓને અપીલ કરવામાં આવી છે.એડ્રેસ : સિલ્વર પ્લાઝા,રામચોક મોરબી મો.9773435617