ટંકારા : ટંકારા તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા સાહેબ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વારેવડિયા સાહેબની સુચના અનુસાર ટંકારા 1 સબ સેન્ટરમાં ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના હસ્તે સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદ ભુપતભાઈ ગોછાણી હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ટંકારા તાલુકાના ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું.મચ્છરદાનીના વિતરણની સાથે મચ્છરદાનીનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પદ્ધતિ અને મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ વગેરે વિશે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. મચ્છરજન્ય રોગો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવડીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેશ પટેલ, મેડિકલ ઓફિસર ડોક્ટર ભાસ્કર વિરસોડિયા સહિતના નિષ્ણાતોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.