મોરબી : મોરબીમાં મેડીકલ સ્ટાફે વાડી વિસ્તારમાં રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાયેલું હોવા છતાં રસ્તો પાર કરી શ્રમિકોને વેક્સિન આપવા પહોંચી ફરજનિષ્ઠાનો પરિચય કરાવ્યો હતો. કોરોનાના કપરા કાળમાં લોકોને કોરોનાથી બચાવવા માટે સરકાર દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરી ચાલુ છે. તેમાં મેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ MPHW ગોસાઈ વિજયગીરી હંસગીરી અને FHW જ્યોતિબેન રમેશભાઈ કાંજીયા દ્વારા વાડી વિસ્તારમાં રહેતા મજૂરોને વેક્સિનેશનેટેડ કરવા માટે જે વાડીમાં જવું પડે તે વાડીનો રસ્તો મોરબીના મચ્છુ ડેમની નજીક આવેલો હોવાથી રસ્તા પર ઘણું પાણી ભરાયેલ હોવા છતાં પોતાના જીવના જોખમે રહેણાંક વિસ્તારમાં પહોંચી વેક્સિનેશનની કામગીરી કરેલ છે. જેની નોંધ મેડિકલ ઓફિસર દીપક બાવરવા અને તાલુકા હેલ્થ ઓફિસર રાહુલ કોટડીયા દ્વારા નોંધ લેવામાં આવી હતી. અને તેમને બિરદાવવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..