હળવદ : જિલ્લાના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ તથા CDHO ડો. મહેતાની સૂચના મુજબ હળવદ તાલુકાના THO ડો. ચિંતન દોશીના માર્ગદર્શન હેઠળ જુના દેવળિયા PHCના મેડિકલ ઓફિસર દ્વારા નવા દેવળિયાના AAMની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વર્ષાઋતુમાં NVBDCPની કામગીરી તેમજ એબેટ કામગીરી, સઘન સર્વે, આજુબાજુ વરસાદી પાણી ભરાયેલા નકામા પાત્રોનો નિકાલ કરવો, પાણી ભરાયેલા ખાડામાં બળેલું ઓઇલ નાખવું, દવાનો છંટકાવ કરવો, ભરાઈ રહેલા ખુલ્લા પાણીના સ્થળો જેમ કે તલાવડી, કુવા વગેરે જગ્યાઓએ પોરા ભક્ષક માછલી મૂકી મચ્છર અટકાયતી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ IEC કરવામાં આવી હતી. આ પ્રસંગે નવા દેવળિયાના CHO તેમજ FHW, MPHW આશાએ હાજરી આપી હતી.