મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): 23 માર્ચ, 2026 ના રોજ એક 100 વર્ષના મહિલા દર્દી આયુષ હોસ્પિટલમા ઈમરજન્સી વિભાગમા અર્ધ બેભાન હાલતમાં આવ્યા, ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઉંડાણમા તપાસ કરતા જણાયું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 60% છે, હ્રદયના ધબકારા જીવલેણ ખૂબજ વધારે અને અનિયમિત છે, હ્રદય નબળુ પડી ગયું છે, ફેફસામા ચેપ ફેલાયેલો છે, ફેફસાં પણ નબળા પડી ગયા છે, દર્દીનું બીપી ખૂબજ ઓછુ છે, દર્દીના શરીરમા ઝેરી CO2 વાયુનું લેવલ ખૂબજ વધારે છે. આમ દર્દી ની સંપૂર્ણ પરિસ્થિતિને ધ્યાન પર લેતા ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર લઈ આઈ.સી.યુમાં દાખલ કરવામાં આવ્યા. અંતે આયુષ હોસ્પિટલમાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબના સચોટ નિદાન અને સારવારના પગલે માત્ર 6 દિવસમાં વેન્ટિલેટર પરના અને આટલી બધી ગંભીર બીમારી એક સાથે લાગુ પડેલા 100 વર્ષના દર્દીને તેમના પગ પર ચાલતા મોકલી આયુષ હોસ્પિટલમાથી હસતાં મોઢે રજા કરવામાં આવી. દર્દીના સગાઓ દ્વારા, ' સાહેબ અમારા બાની પરિસ્થિતિ જોતા અમને એમના જીવનની આશા જ નહોતી, તમે ચમત્કાર કરી દીધો ' જેવા લાગણીભર્યા શબ્દો સાથે આયુષ હોસ્પિટલ અને ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબનો આભાર માનવામાં આવ્યો હતો. તેમ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.