મોરબી : મોરબીની નેસ્ટ કે12 એજ્યુકેશન શાળામાં મોરબીના નામાંકિત હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ યોજાયો હતો.શાળાના બાળકોએ આરોગ્યલક્ષી નિદાન કરાવ્યું હતું. મોરબીના વાવડી રોડ ખાતે આવેલ નેસ્ટ કે12 એજ્યુકેશન શાળામાં ગત તા.25ના રોજ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીના નામાંકિત હોસ્પિટલના ડોક્ટરોએ હાજરી આપી હતી.ENT નિષ્ણાંત ડો.અલ્પેશ ફેફર,ડેન્ટિસ્ટ ડો.ધીરેન પટેલ,આંખના નિષ્ણાંત ડો.વિશાલ રૂપાલા વગેરે ડોક્ટરોએ બાળકોની મેડિકલ તપાસ કરી હતી.શાળાના તમામ બાળકોએ આ મેડિકલ કેમ્પમાં હાજરી આપી હતી.તેમજ આરોગ્યલક્ષી નિદાન કરાવ્યું હતું.જો બાળક સ્વસ્થ હશે તો જ સારું શિક્ષણ લઇ શકશે એવા અભિગમ સાથે નેસ્ટ કે12 એજ્યુકેશન શાળામાં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો