ટંકારા : શ્રી ટંકારા એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.પી. દોશી વિદ્યાલય-ટંકારા ખાતે આજે તારીખ ૧૯-૦૨-૨૦૨૬ના રોજ આ નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રીસર્ચ (ધરમપુર), ભારત કેર અને HDFC બેંકના સંયુક્ત સહયોગથી તેમજ તાલુકા આરોગ્ય ઓફિસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે એક વિશેષ આરોગ્ય તપાસણી (મેડિકલ ચેકઅપ) કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરાયું આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા બાળકોના લોહીની ટકાવારી (HB) અને આંખોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આરોગ્યને લગતા વિવિધ રોગો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આંખોની તપાસ દરમિયાન જે વિદ્યાર્થીઓને નંબર જણાયા હતા, તેઓને સ્થળ પર જ મફતમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ઉપસ્થિત રહીને નિરામય ચેરીટેબલ ટ્રસ્ટના ડો. અશ્વિનભાઈ નકુમ, ડો. ચિરાગભાઈ ભુંબરીયા અને ડો. ચિત્રાંગીની પટેલ દ્વારા બાળકોને સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વિજયભાઈ કણઝારીયા તેમજ તમામ સાથી શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.