મોરબી : મોરબી સબજેલ ખાતે આજરોજ બંદીવાનોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઇવી એઇડ્સ અને અને જનરલ સિવિલ હોસ્પિટલ મોરબી દ્વારા મોરબીની જેલના અધિક્ષક કે.એસ.પટણી તેમજ જેલના કર્મચારીઓના સહયોગથી જેલમાં રહેલા બંદિવાનો HIV, T.B., H.B.V., H.C.V., R.P.R., S.Y.I.લેપ્રોસી જેવા ગંભીર પ્રકારના રોગોના ભોગના બન્ને તે હેતુસર “સુભિક્ષા પ્રોજેક્ટ” અંતર્ગત મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમા ૯૦ બંદિવાનોનું મેડિકલ ચેકઅપ કરી ટેસ્ટીંગ રીપોર્ટ કરવામાં આવ્યા છે.