મોરબી : તારીખ 20 એપ્રિલના રોજ મોરબીમાં કંડલા બાયપાસ રોડ, સત્કાર સોસાયટી, તુલસી કુંજ એપાર્ટમેન્ટ માં ડો. હસ્તલેખાબેન (હસ્તીબેન) મહેતાના 177માં એક દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં 135થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં દર્દીના વજન સાથે કેસ પેપર દર્શન બેન ત્રિવેદી તેમજ કૌશિકાબેન રાવલે કર્યા હતા. 70થી વધુ દર્દીનું કેતનભાઈ મહેતાએ બીપી ચેક કર્યું હતું, અને 50થી વધુ દર્દીનું બ્લડ સુગર ટેસ્ટ થયું તેમજ રશ્મિનભાઈ દેસાઈ દ્વારા ત્રણ દિવસની દવા આપવામાં આવી, જયસુખભાઈ ભાલોડીયાએ કુદરતી બક્ષિસથી સાંધા, વા, હાથ, પગ, કમરના દુ:ખાવામાં પોઇન્ટની સારવાર આપી દર્દીને રાહતનો અનુભવ કરાવેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા નિશીથ ઝાલરિયા, અરવિંદભાઇ કાવર, અનિલભાઈ વાંસદડિયા, બિપીન ભાઈ ઝાલરિયા તેમજ ત્યાંના રહેવાસીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.