મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 75મી વર્ષ ગાંઠ નિમિત્તે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત રાજ્યની તમામ જેલોમાં સઘન આરોગ્ય ચકાસણી કાર્યક્ર્મ વિનામૂલ્યે ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે આ અભિયાન અંતર્ગત મોરબી સબ જેલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશક જેલ, ડો. કે. એલ. એન. રાવ તેમજ પોલીસ મહાનિરીક્ષક અશ્વિન ચૌહાણની સુચના અને માર્ગદર્શનથી મોરબી સબ જેલ ખાતે ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓ તેમજ જેલમાં રહેલ આરોપીઓનું સિવિલ હોસ્પિટલ મોરબીના સહયોગથી વિવિધ રોગોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા આજે 30 સપ્ટેમ્બરના રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તજજ્ઞો દ્વારા જરૂરિયાતમંદોને ચકાસી સારવાર કરી દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ 109 અધિકારી/કર્મચારીઓ તેમજ બંદીવાનોએ લાભ લીધો હતો. સદરહું કેમ્પ સફળતા પુર્વક પુર્ણ થયો હતો. જેલ અધિક્ષક એચ. એ. બાબરીયા દ્વારા કેમ્પમાં ઉપસ્થિત રહેલા વિવિધ રોગોના તજજ્ઞોનો પુષ્પ અર્પણ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.