મોરબી ડૉ. હસ્તલેખા (હસ્તી)બેન મહેતાના 189માં કેમ્પ સૌજન્ય માતૃશ્રી ચારૃમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યા વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં ઘૂંચરવાડી પ્રાથમિક શાળા વાવડી રોડ, મોરબી ખાતે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બાળકોને તપાસી, વજન કરીને ત્રણ દિવસની દવા આપવામાં આવી. સ્વચ્છતા તેમજ વરસાદી માહોલમાં શું ધ્યાન રાખવું તે બાબત માહિતી આપવામાં આવી. આ કેમ્પ સફળ બનાવવા માટે માવજીભાઈ કંઝારીયા ઉપપ્રમુખ મોરબી શહેર ભાજપ & પૂર્વ કાઉન્સિલર(પૂર્વ ચેરમેન) મોરબી આચાર્ય પ્રવીણભાઈ શેરશિયા તેમજ સમગ્ર સ્ટાફે સરસ રીતે આયોજન કર્યું હતું. તેમજ સહાયક રશ્મિભાઈ દેસાઈ, કુ.કોશિકા રાવલ, જીગ્નેશ ભાઈ કોઠારીએ સેવા આપી હતી.