હળવદ : હળવદના માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંસદસભ્ય ચંદુભાઈ શિહોરના અધ્યક્ષસ્થાને 17 સપ્ટેમ્બરના રોજ 'સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન 'અંતર્ગત મેડીકલ કેમ્પ અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવ ઉપસ્થિત રહી અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાંત,હાડકાના રોગ નિષ્ણાંત,મેડીકલ ઓફિસર દ્વારા આરોગ્ય સેવાઓ આપવામાં આવી. આ કેમ્પમાં કુલ 174 લાભાર્થીઓને આરોગ્ય વિવિધ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો.