મોરબી : વિશ્વવ્યાપી કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ગુજરાતમાં કોરોના મહામારીને લીધે મૃત્યુઆંક પણ ઉંચો જઇ રહ્યો હોય ત્યારે આ સમય દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીને ગંભીરતાથી લઇને શાળાઓ તેમજ કોલેજોના વિદ્યાથીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપવામાં આવ્યું છે. તેમ છતા રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકીને પરિક્ષાનું આયોજન કરે છે. આ બાબતે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મોરબી સહીત તમામ જિલ્લાના વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીના કુલપતિને લેખિત રજૂઆત કરી નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા માંગ કરી છે. 1. એમ.એડ. સેમેસ્ટર-2 ના વિદ્યાર્થીઓના આરોગ્ય અને ભવિષ્યને ધ્યાનમાં રાખી મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપો 2. દરેક જીલ્લામાં કોરોના વાયરસની મહામારી હોય તો તેવા વિદ્યાર્થીઓ પરિક્ષા દરમ્યાન સાથે રહીને પરિક્ષા આપશે. તો શું કોરના નહી થાય? તો તે માટે તેમના જીલ્લા સ્થળે પરિક્ષા સ્થળ ફાળવો 3. દુર-દુરથી આવતા વિદ્યાર્થીઓને મુસાફરી દરીમ્યાન કે અપડાઉન કરતી વખતે શું કોરોના નહી થાય? તો તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/કોલેજોમાં રહેવા-જમવા માટે વ્યવસ્થા કરવામાં આવે 4. કન્ટેમેન્ટ ઝોનમાંથી આવતા વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા કેવી રીતે પહોંચી શકશે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેર કરેલ કે હાલમાં પરિક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓ સપ્ટેમ્બર, ઓક્ટોમ્બરમાં પરીક્ષા આપશે. શું ત્યારે કોરોના નહી હોય? 5. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉન સમય દરમ્યાન કોલેજોમાં કોર્ષ અધુરો રહી ગયેલ હોય અને સરકાર દ્વારા લોકડાઉન જાહેર થયેલ હોય તો અધુરા કોર્ષ સાથે પરિક્ષાનું આયોજન કેટલુ વ્યાજબી? 6. પી.જી.ના લાખો વિદ્યાર્થીઓના જીવન અને આરોગ્યને જોખમમાં ન મુકી મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપી વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવા અપીલ કરી છે.