મંત્રીની કડક સૂચના બાદ આરએનબી વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી મોરબી : મોરબી જેતપર પીપળી રોડની ખરાબ હાલત વિશે સ્થાનિક ઉધોગકારો અને ગામલોકોએ રેલી કાઢી તંત્રને આવેદન આપ્યું હતું. દરમિયાન જેતપર પીપળી રોડની ખરાબ હાલતની રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ ગંભીર નોંધ લઈને આ રોડનું તાકીદે કામ શરૂ કરવાની આર. એન.બી.ને કડક આદેશ આપ્યો હતો.જેના પગલે આર. એન.બી.વિભાગ દ્વારા જેતપર પીપળી રોડના રીપેરીંગની કામગીરી હાથ ધરી છે. મોરબીના સીરામીક ઝોન જેતપર પીપળી રોડની વરસાદને કારણે એટલી હદે ખરાબ હાલત થઈ જતા આ રોડ ઉપર વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું હતું. આખો રોડ ખાડામાં ગરકાવ થઈ ગયો હતો.એટલે આ રોડ ટ્રાફિકજામ ઝોન અને અકસ્માત ઝોન બની જતા મોરબી જેતપર પીપળી રોડની ખરાબ હાલત વિશે સ્થાનિક ઉધોગકારો અને ગામલોકોએ રેલી કાઢી તંત્રને આવેદન આપ્યું હતું અને રોડની હાલત સુધારવાની માંગ કરી હતી. દરમિયાન જેતપર પીપળી રોડની ખરાબ હાલતને લઈને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા તુરત જ માર્ગ અને મકાન વિભાગને તેઓએ જેતપર-પીપળી રોડનું તાકીદે કામ શરૂ કરવાના કડક આદેશ આપ્યા હતા. આથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેતપર રોડના રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલ ગાબડા પુરવા અને પેચવર્ક કામ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મંત્રી મેરજાએ વરસાદ પછીની હાલત વિશે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જેતપર પીપળી રોડના રીપેરીંગ કામ ચાલુ કરવાની કડક સૂચનાઓ આપી હતી.