મોરબી : વર્ષ 1956થી મોરબીમા વકીલાત ક્ષેત્રે અગ્રેસર શાહ પરિવારના વરિષ્ઠ એડવોકેટ જયેશભાઈ શાહ તથા એડવોકેટ સૌરભભાઈ શાહ દ્વારા મોરબીમાં જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી સદગત માતા-પિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આ સદાવ્રતમા મોરબીના જાણીતા એડવોકેટ સ્વ. ગુણવંતરાય શાહ તથા તેમના ધર્મપત્નિ સ્વ. કુમુદબેન શાહના શ્રાધ્ધ નિમિતે તેમના પુત્ર એડવોકેટ જયેશભાઈ શાહ, એડવોકેટ સૌરભભાઈ શાહ, પૌત્ર એડવોકેટ અકીકભાઈ શાહ તથા ડો. ઉમંગભાઈ શાહ તથા પરિવારજનો દ્વારા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ 1956થી મોરબીમા વકીલાત ક્ષેત્રે કાર્યરત મોરબીના શાહ પરિવાર દ્વારા કરવામા આવેલ આ સેવા કાર્ય બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, જીતુભાઈ કોટક, હીતેશભાઈ જાની, અનિલભાઈ સોમૈયા, હસુભાઈ પંડિત તથા ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓએ સમસ્ત શાહ પરિવારને બિરદાવ્યો હતો તેમજ પરિવારના મોભી સ્વ. ગુણવંતરાય શાહ તથા સ્વ. કુમુદબેન શાહને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..