મોરબી : મોરબીમાં કાલરીયા પરિવાર દ્વારા સદગતને પુણ્યતિથિ નિમિત્તે જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ચાલતા સદાવ્રતમાં બપોરના પ્રસાદમાં આર્થિક સહયોગ આપી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. મોરબીના જલારામ મંદિર ખાતે બપોર તેમજ સાંજનો ભોજન પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવી રહ્યો છે. ત્યારે મોરબીના પટેલ સમાજ અગ્રણી જયેશભાઈ કાલરીયા દ્વારા તેમના ભાઈ સ્વ. હરેશભાઈ કાલરીયાની પૂણ્યતિથી નિમિતે બપોરના પ્રસાદમા સહયોગ આપી સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી છે. જલારામ મંદિરના અગ્રણીઓએ પણ સ્વ. હરેશભાઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરવામા આવે છે. જેમાની વિશેષ સેવા છે બંને ટાઈમ સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ વિતરણ. જલારામ મંદિરના અગ્રણીઓ ક્યારેય પણ પહોંચ બુક લઈને બહાર ફાળો કરવા નિકળતા નથી. સર્વજ્ઞાતિય જલારામ ભક્તો તરફથી મળતા સ્વૈચ્છીક સહયોગથી વિવિધ સેવાકાર્યો વર્ષોથી પ્રદાન કરવામા આવે છે ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનોએ ગીરીશભાઈ ઘેલાણીનો મો.નં. ૯૮૨૫૦ ૮૨૪૬૮ પર સંપર્ક કરવો તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમા જણાવ્યુ છે.