બુલડેક્સ ફ્યુચર્સમાં 282 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 325 પોઈન્ટની મૂવમેન્ટ ક્રૂડ તેલમાં તેજીનો માહોલઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા : સીપીઓમાં નરમાઈઃ કપાસ, મેન્થા તેલ, રબરમાં સુધારો મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 4 થી 10 જૂનના સપ્તાહ દરમિયાન 19,65,583 સોદાઓમાં કુલ રૂ.1,39,245.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.521 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.1,189 ઉછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં તેજીનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા, જ્યારે સીપીઓમાં નરમાઈ વાયદાના ભાવમાં રહી હતી. કપાસ, મેન્થા તેલ અને રબરમાં સુધારો થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 282 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 325 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. વિશ્વબજારની વાત કરીએ તો સપ્તાહના અંતે આ લખાય છે ત્યારે યુએસ ડોલર ઈન્ડેક્સ 90.12ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. અમેરિકન ડોલર રૂ.73.06, પાઉન્ડ રૂ.103.44 અને યુરો રૂ.88.92ના સ્તરે બોલાઈ રહ્યા હતા. યુએસ બોન્ડ યિલ્ડ 1.44ના સ્તરે પહોંચ્યું હતું. વિશ્વબજારમાં સોનું 1 ઔંશદીઠ 1897 ડોલર અને ચાંદી 1 ઔંશદીઠ 28.26 ડોલર બોલાઈ રહ્યા હતા. ઘરેલૂ હાજર બજારમાં મુંબઈ ખાતે જીએસટી વગર સોનાનો ભાવ 10 ગ્રામના 99.50ના રૂ.49,051 અને 99.90ના રૂ.49,248, જ્યારે ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.72,353 બોલાઈ રહ્યો હતો. જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3 ટકા ઉપર હતા. હવે ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 9,95,847 સોદાઓમાં કુલ રૂ.53,342.41 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.48,631ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.49,350 અને નીચામાં રૂ.48,454ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.521 અથવા 1.07 ટકાના ઉછાળા સાથે રૂ.49,198ના સ્તરે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.361 અથવા 0.93 ટકા વધી રૂ.39,261 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 અથવા 0.94 ટકા વધી રૂ.4,847ના સ્તરે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.70,710ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,170 અને નીચામાં રૂ.70,329ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,189 અથવા 1.68 ટકાના ઉછાળા સાથે રૂ.71,999ના સ્તરે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં 6,05,221 સોદાઓમાં કુલ રૂ.38,230 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,018ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,160 અને નીચામાં રૂ.4,992ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.109 અથવા 2.18 ટકા વધી રૂ.5,120 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.80 અથવા 3.06 ટકા વધી રૂ.229.20ના સ્તરે બંધ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં 23,254 સોદાઓમાં રૂ.3,345.22 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1296ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1349 અને નીચામાં રૂ.1294ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.7.50 અથવા 0.58 ટકા વધી રૂ.1311.50ના સ્તરે બંધ થયો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.23,630ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.24,570 અને નીચામાં રૂ.23,510ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.530 અથવા 2.24 ટકા વધી રૂ.24,220ના સ્તરે બંધ થયો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1121ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1162.80 અને નીચામાં રૂ.1085.20ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.36.90 અથવા 3.27 ટકા ઘટી રૂ.1090.80ના સ્તરે બંધ થયો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.101 અથવા 0.59 ટકા વધી રૂ.17,207 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.37.40 અથવા 4.09 ટકા વધી રૂ.952.30ના સ્તરે બંધ થયો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,67,742 સોદાઓમાં રૂ.20,686.92 કરોડનાં 42,243.815 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 8,28,105 સોદાઓમાં કુલ રૂ.32,655.49 કરોડનાં 4,564.502 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.2,803.88 કરોડનાં 1,46,230 ટન, જસતના વાયદાઓમાં રૂ.4,077.08 કરોડનાં 1,72,245 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.14,940.89 કરોડનાં 2,02,165 ટન, નિકલના વાયદાઓમાં રૂ.9,306.65 કરોડનાં 70,877 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,626.17 કરોડનાં 95,460 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,81,238 સોદાઓમાં રૂ.15,452.95 કરોડનાં 3,04,70,100 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,23,983 સોદાઓમાં રૂ.22,777.05 કરોડનાં 1,00,20,32,500 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 45 સોદાઓમાં રૂ.1.19 કરોડનાં 180 ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 6,610 સોદાઓમાં રૂ.794.15 કરોડનાં 3,26,325 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 15,984 સોદાઓમાં રૂ.2,525.09 કરોડનાં 2,26,580 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,276.239 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 542.938 ટન, એલ્યુમિનિયમ 15,360 ટન, જસત 11,885 ટન, તાંબુ 13,1600 ટન, નિકલ 2,497.500 ટન, સીસું 5,855 ટન, ક્રૂડ તેલ 10,53,900 બેરલ્સ અને નેચરલ ગેસ 3,01,41,250 એમએમબીટીયૂ તેમ જ કપાસ 36 ટન, મેન્થા તેલ 61.92 ટન, રબર 219 ટન, રૂ (કોટન) 1,98,275 ગાંસડી અને સીપીઓમાં 64,780 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 19,202 સોદાઓમાં રૂ.1,558.69...