સોનાના વાયદાના ભાવમાં રૂ.૯૦૨ અને ચાંદીમાં રૂ.૨,૮૦૯નો સાપ્તાહિક ધોરણે ઉછાળો કપાસ, કોટન, મેન્થા તેલના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ : સીપીઓમાં સુધારાનો સંચાર ક્રૂડ તેલમાં વૃદ્ધિ : બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ : નેચરલ ગેસ ઢીલું મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૨૭ નવેમ્બરથી ૩ ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વધઘટ વાયદાના ભાવમાં રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, મેન્થા તેલાં નરમાઈના માહોલ સામે સીપીઓમાં સુધારાનો સંચાર થયો હતો. દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો ડિસેમ્બર વાયદો ૧૪,૯૧૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૨૯૦ અને નીચામાં ૧૪,૫૩૬ના સ્તરને સ્પર્શી સપ્તાહ દરમિયાન ૭૫૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૮૪ પોઈન્ટ વધી ૧૫,૨૧૩ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૩૧૮ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૩,૬૮૯ અને નીચામાં ૧૩,૨૫૦ બોલાઈ, સપ્તાહ દરમિયાન ૪૩૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૦૫ પોઈન્ટ વધીને ૧૩,૪૦૭ના સ્તરે બંધ થયો હતો. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮,૫૦૮ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૯,૯૩૬ અને નીચામાં રૂ.૪૭,૫૫૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૯૦૨ના ઉછાળા સાથે રૂ.૪૯,૪૧૯ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ડિસેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૯,૦૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૪૮ના ઉછાળા સાથે રૂ.૩૯,૪૯૦ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ડિસેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૯૦૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૪ વધી બંધમાં રૂ.૪,૯૪૧ના ભાવ થયા હતા. સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮,૫૮૭ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૯,૩૩૪ અને નીચામાં રૂ.૪૭,૫૨૬ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૪૬૪ વધી બંધમાં રૂ.૪૯,૦૬૧ના ભાવ થયા હતા. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૫૯,૫૦૭ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૩,૦૪૦ અને નીચામાં રૂ.૫૭,૮૦૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨,૮૦૯ના ઉછાળા સાથે રૂ.૬૨,૬૮૨ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૧,૩૫૧ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૯૬૫ વધી રૂ.૬૩,૬૧૧ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૧,૪૪૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૯૫૯ વધી બંધમાં રૂ.૬૩,૬૦૨ના ભાવ થયા હતા. બિનલોહ ધાતુઓમાં તાંબુ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૬૭.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૦.૮૫ વધી રૂ.૫૯૦.૭૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૨૨૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૧.૮૦ ઘટી બંધમાં રૂ.૧,૧૯૯.૯૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૬૩.૨૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૯૦ વધી રૂ.૧૬૪.૮૫ના સ્તરે રહ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો રૂ.૧૫૯.૧૦ ખૂલી, સપ્તાહના અંતે ૪૦ પૈસા ઘટી રૂ.૧૫૮.૩૫ અને જસતનો ડિસેમ્બર વાયદો રૂ.૨૧૮.૪૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૦૫ વધી રૂ.૨૧૪.૫૫ના સ્તરે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૩૨૮ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૩૯૮ અને નીચામાં રૂ.૩,૨૪૪ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૬૧ વધી બંધમાં રૂ.૩,૩૮૫ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૧૬.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૦.૧૦ ઘટી રૂ.૧૮૬.૬૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૯૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૭ ઘટી રૂ.૧,૧૭૫.૫૦ના સ્તરે બંધ થયો હતો, રૂ (કોટન)નો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૯,૯૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮૦ ઘટી રૂ.૧૯,૮૪૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ડિસેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૮૫૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૩.૮૦ વધી રૂ.૮૮૦.૭૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૫૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫.૪૦ ઘટી રૂ.૯૪૬.૮૦ના ભાવે બંધ થયો હતો.