રામ નવમી નિમિત્તે બુધવારે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા: મેટલડેક્સ વાયદાનો પાકતી તારીખનો ભાવ નિર્ધારિત: શનિવારે મોક ટ્રેડિંગનું આયોજન: મંગળવારે રૂ.૩૩,૪૮૫.૪૪ કરોડનું ટર્નઓવર મુંબઈ: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર રામ નવમીની જાહેર રજા નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. મંગળવારે એક્સચેન્જ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને ૪૮૯૯૮૪ સોદામાં રૂ.૩૩,૪૮૫.૪૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ૧૪,૦૭૨ કિલો અને ચાંદીમાં ૧,૧૨૨ ટનના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુઓના વાયદાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો વાયદો ડાઊન હતો, જ્યારે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, સીપીઓ અને રબરમાં સુધારા સામે કોટન અને મેન્થા તેલમાં નરમાઈ હતી. દરમિયાન, એમસીએક્સ દ્વારા કોમોડિટી ભાવ જોખમ સંચાલન પરના વર્કશોપના બેનર હેઠળ કોર્પોરેટ્સ માટે એક દિવસીય વર્ચ્યુઅલ વર્કશોપ્સની સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે, જે હેઠળ મે-૨૦૨૧ના મધ્યથી કોમોડિટીઝમાં રોકાણ ધરાવતા કોર્પોરેટ્સ ગૃહોના સંબંધિત કર્મચારીઓને ટાર્ગેટ બનાવાશે. આ વર્કશોપનો હેતુ વાયદા અને ઓપ્શન્સ સહિત એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરીને જોખમનું અસરકારક રીતે સંચાલન કરવાના માર્ગો સમજાવવા માટેનો છે. વર્કશોપ્સ મંગળવારથી શનિવાર સુધી પ્રત્યેક દિવસે યોજાશે, જેમાં દરરોજ અલગ-અલગ સેગમેન્ટ્સ જેમ કે બુલિયન, ઔદ્યોગિક ધાતુઓ, ઊર્જા અને કૃષિ કોમોડિટીઝ તેમ જ ચોક્કસ કોમોડિટી સેગમેન્ટ્સ પર ભાર મૂકવામાં આવસે, જેથી સહભાગીઓને જે-તે સેગમેન્ટમાં રસ હોય તેમાં હાજરી આપી શકશે. આ સત્રોમાં સેબી લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ ૨૦૧૫ના શિડ્યૂલ-૫ના ભાગ-સીના નિયમ ૯(એન) સાથેના રેગ્યુલેશન ૩૪(૩) સંબંધમાં વિવિધ પાસાંઓને પણ આવરી લેવાશે. ઉદ્યોગના નિષ્ણાતો અને પ્રેક્ટિશનર્સ કોમોડિટી ભાવ જોખમ સંચાલન સાથે સંકળાયેલા વિવિધ પાસાંઓ પર તેમની જાણકારી અને દૃષ્ટિકોણ રજૂ કરશે. વર્કશોપના અંતે મલ્ટીપલ ચોઈસ આધારિત પરીક્ષાના પ્રશ્ર્નોમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ પ્રાપ્ત કરનાર સફળ ઉમેદવારને એમસીએક્સ દ્વારા એક પાર્ટિસિપેશન પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન વિન્ડો ૩જી મેને સોમવારથી ખુલશે. રજિસ્ટર કરવા માટે એક્સચેન્જની વેબસાઈટ જોઈ લેવા એક્સચેન્જની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. દરમિયાન, એમસીએક્સે ૨૦ એપ્રિલના પાકેલા મેટલડેક્સ વાયદાનો પાકતી તારીખનો ભાવ ૧ ઈન્ડેક્સ પોઈન્ટનો ૧૪,૬૨૬ નિર્ધારિત કર્યો હોવાનું એક પરિપત્ર મારફત જણાવ્યું હતું. આ સાથે જ એક્સચેન્જે એક વધુ પરિપત્ર મારફત શનિવારે મોક ટ્રેડિંગનું આયોજન કર્યાનું જણાવ્યું છે, જે હેઠળ નેટવર્કના પર્ફોર્મન્સની ચકાસણી માટે શનિવાર, ૨૪ એપ્રિલના રોજ એક્સચેન્જ દ્વારા મોક ટ્રેડિંગ યોજવામાં આવશે, જેના માટે લોગ-ઈનનો સમયગાળો સવારે ૯-૪૫થી ૯-૫૫ વાગ્યા સુધીનો, તેમ જ વિશેષ સત્ર સવારે ૯-૫૫ વાગ્યાથી ૯-૫૯ વાગ્યા સુધીનું રાખવામાં આવ્યું છે. મોક ટ્રેડિંગનો સમયગાળો સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીનો અને ક્લાયન્ટ કોડમાં મોડિફિકેશનનું સત્ર બપોરે ૧૨ વાગ્યાથી ૧૨-૦૫ વાગ્યા સુધીનું રાખવામાં આવ્યું છે. આ મોક ટ્રેડિંગ દરમિયાન થયેલા સોદાઓ માટે પે-ઈન અને પે-આઉટની કોઈ જવાબદારી રહેશે નહીં. મંગળવારે બંને સત્રમાં પૂરા થયેલાં કામકાજમાં કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૨૭૯૩૬૯ સોદાઓમાં રૂ.૧૪૪૦૩.૨૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૪૨૪ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૯૦૧ અને નીચામાં રૂ.૪૭૧૨૮ ના મથાળે અથડાઈ અંતે રૂ.૪૬૪ વધીને રૂ.૪૭૮૫૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ અંતે રૂ.૩૨૧ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૮૦૯૭ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ અંતે રૂ.૩૮ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૭૨૧ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૧૪ વધીને બંધમાં રૂ.૪૭૪૯૮ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૮૪૭૬ ખૂલી, ઊપરમાં રૂ.૬૯૩૭૨ અને નીચામાં રૂ.૬૮૧૪૦ ના સ્તરને સ્પર્શી અંતે રૂ.૪૨૧ વધીને રૂ.૬૮૭૪૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૪૩૧ વધીને રૂ.૬૮૭૩૯ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૪૪૩ વધીને રૂ.૬૮૭૩૫ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૧૩૪૯૩૬ સોદાઓમાં રૂ.૮૩૩૫.૫૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭૭૪ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૨૪ અને નીચામાં રૂ.૪૬૫૩ બોલાઈ અંતે રૂ.૪૦ ઘટીને રૂ.૪૭૨૬ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૫૨૨૮ સોદાઓમાં કુલ રૂ.૮૧૬.૩૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૩૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૩૭૦ અને નીચામાં રૂ.૨૧૨૧૦ સુધી જઈ અંતે રૂ.૯૦ ઘટીને રૂ.૨૧૨૩૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૭૬.૬ ખૂલી, અંતે રૂ.૨૦.૧ વધીને બંધમાં રૂ.૧૧૯૯.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૫૦.૩ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૭ અને નીચામાં રૂ.૯૫૦.૩ રહી, અંતે રૂ.૯૫૫.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૩૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૩૫ અને નીચામાં રૂ.૧૩૦૭.૫ સુધી જઈ અંતે રૂ.૭ વધીને રૂ.૧૩૨૯.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૫૦૦ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૧૦૦ અને નીચામાં રૂ.૧૫,૫૦૦ના મથાળે અથડાઈ, અંતે રૂ.૧૭૧ વધી રૂ.૧૫,૯૫૭ના સ્તરે બંધ થયો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૬૨૪૭૮ સોદાઓમાં કુલ રૂ.૬૬૭૭.૦૫ કરોડ ની કીમતનાં ૧૪૦૭૨.૭૩૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૬૮૯૧ સોદાઓમાં કુલ રૂ.૭૭૨૬.૧૬ કરોડ ની કીમતનાં ૧૧૨૨.૨૨૭ ટન, ક્રૂડ તેલમાં ૫૮૦૯૧ સોદાઓમાં રૂ.૪૬૬૧.૩૮ કરોડનાં ૯૮૦૨૬૦૦ બેરલ્સ, કોટનમાં ૧૫૭૪ સોદાઓમાં રૂ.૧૫૩.૭૮ કરોડનાં ૭૧૭૨૫ ગાંસડી, સીપીઓમાં ૩૫૭૦ સોદાઓમાં રૂ.૬૬૦.૫૧...