સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ: ક્રૂડ તેલમાં ઘટાડો: સીપીઓ, કપાસ, મેન્થા તેલમાં સુધારો: રબરમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ.૧૧૨૭૪ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૬૩૩૪૪ સોદામાં રૂ.૧૧૨૭૪.૭૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૦ ઘટ્યું હતું, જ્યારે ચાંદી કિલોદીઠ રૂ.૩૦૦ વધી હતી. જસત સિવાયની તમામ બિનલોહ ધાતુઓમાં ઘટાડો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઢીલાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાઓમાં ૪૨,૭૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૨,૧૯,૯૨૫ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સુધારા સામે રબરમાં નરમાઈ હતી. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૮૬૮૩૫ સોદાઓમાં રૂ.૪૬૭૬.૩૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૪૧૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૫૨૮ અને નીચામાં રૂ.૪૭૨૩૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૦ ઘટીને રૂ.૪૭૩૧૮ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૯૮૦ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૭૦૯ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૮૧ ઘટીને બંધમાં રૂ.૪૭૧૯૬ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૮૫૦૬ ખૂલી, ઊપરમાં રૂ.૬૯૦૨૨ અને નીચામાં રૂ.૬૮૩૩૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૦ વધીને રૂ.૬૮૭૯૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૨૭૭ વધીને રૂ.૬૮૭૩૧ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૨૮૨ વધીને રૂ.૬૮૭૨૩ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૯૭૨૦ સોદાઓમાં રૂ.૨૫૬૧.૪૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૨૩૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૨૩૧ અને નીચામાં રૂ.૪૧૮૩ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૧ ઘટીને રૂ.૪૨૦૦ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૨૩૭ સોદાઓમાં કુલ રૂ.૨૭૧.૭૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૫૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૫૫૦ અને નીચામાં રૂ.૨૧૪૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ વધીને રૂ.૨૧૪૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૦૯.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૩ વધીને બંધમાં રૂ.૧૦૧૫.૪ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૬૨.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૭૧.૯ અને નીચામાં રૂ.૯૫૯ રહી, અંતે રૂ.૯૬૯.૩ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૩૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૩૮.૫ અને નીચામાં રૂ.૧૨૨૮ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૫૦ વધીને રૂ.૧૨૩૩.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૨૩૫ સોદાઓમાં કુલ રૂ.૨૩૮૫.૦૨ કરોડ ની કીમતનાં ૫૦૩૫.૮૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૫૬૦૦ સોદાઓમાં કુલ રૂ.૨૨૯૧.૩૬ કરોડ ની કીમતનાં ૩૩૩.૨૫૩ ટન, ક્રૂડ તેલમાં ૧૧૮૮૧ સોદાઓમાં રૂ.૭૭૯.૨૩ કરોડનાં ૧૮૫૩૭૦૦ બેરલ્સ, કોટનમાં ૮૧૯ સોદાઓમાં રૂ.૯૨.૪૬ કરોડનાં ૪૨૭૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૩૧૦ સોદાઓમાં રૂ.૧૭૧.૫૨ કરોડનાં ૧૭૦૨૦ ટન, મેન્થા તેલમાં ૫૬ સોદાઓમાં રૂ.૬.૬૮ કરોડનાં ૬૯.૧૨ ટન, કપાસમાં ૨૦ સોદાઓમાં રૂ.૫૧.૭૭ લાખનાં ૮૪ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૪૩૧.૮૮૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૬૮.૪૧૭ ટન, ક્રૂડ તેલમાં ૪૮૩૦ બેરલ્સ, કોટનમાં ૨૧૯૯૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૨૫૩૩૦ ટન, મેન્થા તેલમાં ૭૮.૮૪ ટન અને કપાસમાં ૨૪૪ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૪૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૩.૫ અને નીચામાં રૂ.૩૩૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૯૪ અને નીચામાં રૂ.૩૦૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬૭ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૩૭.૫ અને નીચામાં રૂ.૯૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૪૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૧૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૬ અને નીચામાં રૂ.૨૭૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૦ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૨૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૨.૬ ખૂલી, ઊપરમાં રૂ.૭૨.૬ અને નીચામાં રૂ.૫૫.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૨.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૨૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૦.૯ ખૂલી, ઊપરમાં રૂ.૭૦ અને નીચામાં રૂ.૫૪.૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૧.૮ બંધ રહ્યો હતો.