ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ રબરમાં સુધારાનો સંચાર બુલડેક્સ ફ્યુચર્સમાં 45 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 151 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,31,209 સોદાઓમાં કુલ રૂ.11,941.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.96 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.297 ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલના વાયદાઓમાં 13,130 ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 69,700 ટનના સ્તરે રહ્યો હતો. કપાસ, કોટન, મેન્થા તેલ અને સીપીઓમાં સાર્વત્રિક ઘટાડા સામે રબરમાં સુધારાનો સંચાર વાયદાના ભાવમાં થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 45 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 151 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 39,364 સોદાઓમાં કુલ રૂ.2,998.40 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,868ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,925 અને નીચામાં રૂ.46,788 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.96 ઘટી રૂ.46,812ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.45 ઘટી રૂ.37,785 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 ઘટી રૂ.4,690ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,924ના ભાવે ખૂલી, રૂ.76 ઘટી રૂ.46,870ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,203 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,277 અને નીચામાં રૂ.62,900 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.297 ઘટી રૂ.63,002 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.271 ઘટી રૂ.63,282 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.286 ઘટી રૂ.63,276 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 13,482 સોદાઓમાં રૂ.2,327.53 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.70 ઘટી રૂ.227.40 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.55 ઘટી રૂ.250ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.75 ઘટી રૂ.722.25 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.9.1 ઘટી રૂ.1,483 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 36,533 સોદાઓમાં કુલ રૂ.2,919.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,242 અને નીચામાં રૂ.5,209 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.37 વધી રૂ.5,218 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.10 વધી રૂ.392.40 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 1,357 સોદાઓમાં રૂ.163.96 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,355ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1410 અને નીચામાં રૂ.1355 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.32 ઘટી રૂ.1,377 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,249ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,300 અને નીચામાં રૂ.17,051 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.108 વધી રૂ.17,218ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,114ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1120.90 અને નીચામાં રૂ.1100 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9 ઘટી રૂ.1102.40 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.90 ઘટી રૂ.960 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.60 ઘટી રૂ.25,560 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,542 સોદાઓમાં રૂ.1,925.41 કરોડનાં 4,104.860 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 31,822 સોદાઓમાં કુલ રૂ.1,072.99 કરોડનાં 169.650 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.394.64 કરોડનાં 17,370 ટન, જસતના વાયદાઓમાં રૂ.324.74 કરોડનાં 12,960 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.929.06 કરોડનાં 12,817.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.579.40 કરોડનાં 3,909 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.99.69 કરોડનાં 5,330 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,861 સોદાઓમાં રૂ.745.68 કરોડનાં 14,27,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,672 સોદાઓમાં રૂ.2,174.30 કરોડનાં 5,59,73,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 20 ટન અને કોટનના વાયદાઓમાં 85 સોદાઓમાં રૂ.6.70 કરોડનાં 2625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 276 સોદાઓમાં રૂ.11.37 કરોડનાં 117.72 ટન, રબરના વાયદાઓમાં 34 સોદાઓમાં રૂ.0.64 કરોડનાં 37 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 959 સોદાઓમાં રૂ.145.11 કરોડનાં 13,130 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,408.547 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 587.846 ટન, એલ્યુમિનિયમમાં 15,775 ટન, જસત વાયદામાં 7,005 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,767.500 ટન, નિકલ વાયદામાં 2,880 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,235 ટન, ક્રૂડ તેલમાં 6,15,900 બેરલ અને નેચરલ ગેસમાં 2,18,70,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 192 ટન, કોટનમાં 50150 ગાંસડી, મેન્થા તેલમાં 479.88 ટન, રબરમાં 73 ટન, સીપીઓમાં 69,700 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,086 સોદાઓમાં રૂ.91.50 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 318 સોદાઓમાં રૂ.23.72 કરોડનાં 337 લોટ્સ અને મેટલડેક્સ...