કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા : કપાસ, રબર, સીપીઓમાં વૃદ્ધિ બુલડેક્સ ફ્યુચર્સમાં 87 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 99 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,09,684 સોદાઓમાં કુલ રૂ.9,190.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.380 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.501 ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ તથા એનર્જીમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં 6,350 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,75,125 ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા હતા, જ્યારે કપાસ, રબર અને સીપીઓમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં થઈ હતી. મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 87 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 99 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 47,624 સોદાઓમાં કુલ રૂ.3,053.47 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,139ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,475 અને નીચામાં રૂ.47,139 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 વધી રૂ.47,419ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.206 વધી રૂ.38,016 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.4,689ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,449 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,730 અને નીચામાં રૂ.68,429 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.501 વધી રૂ.68,656 બોલાઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 33,636 સોદાઓમાં કુલ રૂ.2,343.68 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,622ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,645 અને નીચામાં રૂ.5,612 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.12 વધી રૂ.5,619 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.30 વધી રૂ.272.60 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 2,628 સોદાઓમાં રૂ.323.63 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,299.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1299.50 અને નીચામાં રૂ.1290 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.11 વધી રૂ.1,296.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,900 અને નીચામાં રૂ.16,625 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 વધી રૂ.16,859ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,013ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1024 અને નીચામાં રૂ.1009 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7.10 વધી રૂ.1018.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.36.10 ઘટી રૂ.1023 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.120 ઘટી રૂ.24,700 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,399 સોદાઓમાં રૂ.1,874.78 કરોડનાં 3,962.523 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 31,225 સોદાઓમાં કુલ રૂ.1,178.69 કરોડનાં 169.432 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,032 સોદાઓમાં રૂ.658.27 કરોડનાં 11,70,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,604 સોદાઓમાં રૂ.1,685.41 કરોડનાં 6,16,50,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 9 સોદાઓમાં રૂ.0.23 કરોડનાં 36 ટન અને કોટનના વાયદાઓમાં 219 સોદાઓમાં રૂ.15.74 કરોડનાં 6350 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 436 સોદાઓમાં રૂ.19.91 કરોડનાં 193.68 ટન, રબરના વાયદાઓમાં 54 સોદાઓમાં રૂ.1.04 કરોડનાં 62 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,910 સોદાઓમાં રૂ.286.71 કરોડનાં 28,290 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,893.119 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 431.388 ટન, ક્રૂડ તેલમાં 10,96,800 બેરલ અને નેચરલ ગેસમાં 2,66,58,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 52 ટન, કોટનમાં 175125 ગાંસડી, મેન્થા તેલમાં 286.56 ટન, રબરમાં 132 ટન, સીપીઓમાં 76,530 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,026 સોદાઓમાં રૂ.84.56 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 656 સોદાઓમાં રૂ.53.52 કરોડનાં 732 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 370 સોદાઓમાં રૂ.31.04 કરોડનાં 412 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,439 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 662 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,580ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,667 અને નીચામાં 14,580ના સ્તરને સ્પર્શી, 87 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 103 પોઈન્ટ વધી 14,653ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,011ના સ્તરે ખૂલી, 99 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 79 પોઈન્ટ વધી 15,094ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 10,654 સોદાઓમાં રૂ.1,072.90 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.250.22 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6.97 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.815.54 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.250 ખૂલી, ઊપરમાં રૂ.344 અને નીચામાં રૂ.244 રહી, અંતે રૂ.110.50 વધી રૂ.336 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,926 ખૂલી, ઊપરમાં રૂ.2,050 અને નીચામાં રૂ.1,917.50 રહી, અંતે રૂ.100 વધી...