બુલડેક્સ ફ્યુચર્સમાં 54 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 109 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,33,004 સોદાઓમાં કુલ રૂ.10,166.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 54 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 109 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 66,550 સોદાઓમાં કુલ રૂ.3,894.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,435ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,482 અને નીચામાં રૂ.47,287 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.287 ઘટી રૂ.47,325ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.132 ઘટી રૂ.37,908 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.66 ઘટી રૂ.4,684ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,351ના ભાવે ખૂલી, રૂ.273 ઘટી રૂ.47,259ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,001 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,400 અને નીચામાં રૂ.62,920 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.335 ઘટી રૂ.63,139 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.312 ઘટી રૂ.63,170 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.332 ઘટી રૂ.63,135 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 11,021 સોદાઓમાં રૂ.1,955.43 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.75 વધી રૂ.211.45 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.250ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.714.70 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.7.6 વધી રૂ.1,445.10 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.179ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 30,708 સોદાઓમાં કુલ રૂ.2,009.85 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,997ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,044 અને નીચામાં રૂ.4,980 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.18 વધી રૂ.5,039 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1 ઘટી રૂ.287.90 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 2,822 સોદાઓમાં રૂ.421.57 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,445ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1445 અને નીચામાં રૂ.1440 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10 ઘટી રૂ.1,443 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,395 અને નીચામાં રૂ.18,290 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.69 વધી રૂ.18,309ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,181.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1199 અને નીચામાં રૂ.1181.80 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.30 વધી રૂ.1194.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.60 વધી રૂ.912.10 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.170 વધી રૂ.25,810 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,811 સોદાઓમાં રૂ.1,907.44 કરોડનાં 4,025.877 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 50,739 સોદાઓમાં કુલ રૂ.1,986.79 કરોડનાં 312.433 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.135.52 કરોડનાં 6,490 ટન, જસતના વાયદાઓમાં રૂ.205.27 કરોડનાં 8,270 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,046.16 કરોડનાં 14,5650 ટન, નિકલના વાયદાઓમાં રૂ.498.08 કરોડનાં 3,4530 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.70.40 કરોડનાં 3,920 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,530 સોદાઓમાં રૂ.779.50 કરોડનાં 15,54,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,178 સોદાઓમાં રૂ.1,230.35 કરોડનાં 4,24,06,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.26 કરોડનાં 36 ટન અને કોટનના વાયદાઓમાં 562 સોદાઓમાં રૂ.54.81 કરોડનાં 21150 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 430 સોદાઓમાં રૂ.16.49 કરોડનાં 178.92 ટન, રબરના વાયદાઓમાં 32 સોદાઓમાં રૂ.0.60 કરોડનાં 33 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,790 સોદાઓમાં રૂ.349.41 કરોડનાં 29,970 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,531.235 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 566.231 ટન, એલ્યુમિનિયમમાં 12,565 ટન, જસત વાયદામાં 7,785 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,192.500 ટન, નિકલ વાયદામાં 2,380.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,450 ટન, ક્રૂડ તેલમાં 6,02,800 બેરલ અને નેચરલ ગેસમાં 1,86,96,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 168 ટન, કોટનમાં 57800 ગાંસડી, મેન્થા તેલમાં 496.08 ટન, રબરમાં 158 ટન, સીપીઓમાં 75,430 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,716 સોદાઓમાં રૂ.152.84 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,295 સોદાઓમાં રૂ.114.55 કરોડનાં 1,610 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 421 સોદાઓમાં રૂ.38.29 કરોડનાં 488 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,026 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 760 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,236ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,240 અને નીચામાં 14,186ના સ્તરને સ્પર્શી, 54 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 78 પોઈન્ટ ઘટી 14,207ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,628ના સ્તરે ખૂલી, 109 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 81 પોઈન્ટ વધી 15,711ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 20,187 સોદાઓમાં...