રબરના વાયદામાં પ્રત્યાઘાતી ઉછાળો : ક્રૂડ તેલ, બિનલોહ ધાતુઓમાં પણ સાર્વત્રિક વૃદ્ધિ કપાસ, કોટન, સીપીઓમાં તેજીનો સંચાર: મેન્થા તેલમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ.૧૪૮૪૧ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૦૭૩૮૭ સોદામાં રૂ.૧૪૮૪૧.૦૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદામાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં તેજી સાથે થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૯૩૫ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨,૧૧૮ ઊછળ્યો હતો. બિનલોહ ધાતુઓમાં પણ સાર્વત્રિક વૃદ્ધિ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં રબરના વાયદામાં પ્રત્યાઘાતી ઉછાળો ભાવમાં રહ્યો હતો. કપાસ, કોટન, સીપીઓમાં પણ તેજીનો સંચાર થયો હતો, જ્યારે મેન્થા તેલમાં નરમાઈ રહી હતી. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૩૮૧૪૦ સોદાઓમાં રૂ.૮૪૯૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૩૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૨૨૨ અને નીચામાં રૂ.૫૦૩૦૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩૫ વધીને રૂ.૫૧૧૭૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૧૮ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૯૨૮ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૪ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૯૫ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૯૦૫ વધીને બંધમાં રૂ.૫૦૯૮૬ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૮૪૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૩૪૫ અને નીચામાં રૂ.૬૮૪૯૯ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૧૮ વધીને રૂ.૭૦૨૪૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૨૦૨૯ વધીને રૂ.૭૦૧૩૧ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૨૦૧૯ વધીને રૂ.૭૦૧૧૩ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૨૯૧૩ સોદાઓમાં રૂ.૧૯૧૭.૭૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૫૮૩ ખૂલી, ઊપરમાં રૂ.૩૬૪૩ અને નીચામાં રૂ.૩૫૬૭ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૪ વધીને રૂ.૩૫૮૧ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૮૭૭ સોદાઓમાં કુલ રૂ.૩૩૦.૫૮ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૭૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૧૫૦ અને નીચામાં રૂ.૨૦૭૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૭૦ વધીને રૂ.૨૧૧૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૮૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬.૨ વધીને બંધમાં રૂ.૯૯૬ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૧૦૦૭.૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦૮ અને નીચામાં રૂ.૯૯૫.૨ રહી, અંતે રૂ.૯૯૮.૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૦૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૨૦ અને નીચામાં રૂ.૧૨૦૭ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨.૫૦ વધીને રૂ.૧૨૧૬.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૭૨૮૧ સોદાઓમાં કુલ રૂ.૩૯૯૮.૮૭ કરોડ ની કીમતનાં ૭૮૪૫.૯૫૪ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૧૦૮૫૯ સોદાઓમાં કુલ રૂ.૪૪૯૮.૧૩ કરોડ ની કીમતનાં ૬૪૩.૮૧૫ ટન, ક્રૂડ તેલમાં ૮૧૬૦ સોદાઓમાં રૂ.૫૦૮.૫૩ કરોડનાં ૧૪૧૧૫૦૦ બેરલ્સ, કોટનમાં ૯૩૭ સોદાઓમાં રૂ.૬૯.૪૨ કરોડનાં ૩૨૮૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૮૪૭ સોદાઓમાં રૂ.૨૫૫.૪૯ કરોડનાં ૨૫૭૩૦ ટન, મેન્થા તેલમાં ૪૦ સોદાઓમાં રૂ.૪.૬૫ કરોડનાં ૪૬.૪૪ ટન, કપાસમાં ૨૨ સોદાઓમાં રૂ.૫૩.૪૧ લાખનાં ૮૮ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૯૩૮.૮૨૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૫૨.૭૩૭ ટન, ક્રૂડ તેલમાં ૧૮૪૮ બેરલ્સ, કોટનમાં ૧૧૮૨૫૦ ગાંસડી, સીપીઓમાં ૯૦૩૦૦ ટન, મેન્થા તેલમાં ૧૪૩.૬૪ ટન અને કપાસમાં ૪૬૪ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૦ અને નીચામાં રૂ.૨૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૪૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૯૯ અને નીચામાં રૂ.૨૪૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૩.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૪૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૯૯૯.૫ અને નીચામાં રૂ.૩૨૦૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮૭૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૮૦૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૯૧૯ અને નીચામાં રૂ.૩૫૬૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫૯૬.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૭ અને નીચામાં રૂ.૯૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૧.૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦ અને નીચામાં રૂ.૬૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૬.૨ બંધ રહ્યો હતો.