ક્રૂડ તેલ નરમ: કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા: મેન્થા તેલ, રબરમાં વૃદ્ધિ બુલડેક્સ ફ્યુચર્સમાં 85 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 155 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,35,057 સોદાઓમાં કુલ રૂ.10,936.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 85 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 155 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 54,903 સોદાઓમાં કુલ રૂ.3,436.83 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,299ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,332 અને નીચામાં રૂ.47,036 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.88 ઘટી રૂ.47,076ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.392 વધી રૂ.38,300 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.4,729ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,220ના ભાવે ખૂલી, રૂ.19 ઘટી રૂ.47,030ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,558 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,647 અને નીચામાં રૂ.63,303 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.372 વધી રૂ.63,397 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.232 વધી રૂ.63,153 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.238 વધી રૂ.63,587 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 14,379 સોદાઓમાં રૂ.2,635.22 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.50 ઘટી રૂ.212.80 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.248ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.65 ઘટી રૂ.720.30 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.16.1 વધી રૂ.1,448.60 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.180ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 40,196 સોદાઓમાં કુલ રૂ.2,803.69 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,067ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,077 અને નીચામાં રૂ.4,997 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.48 ઘટી રૂ.5,023 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.50 ઘટી રૂ.312.20 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 1,614 સોદાઓમાં રૂ.194.57 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,412ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1412 અને નીચામાં રૂ.1398 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.24.50 ઘટી રૂ.1,403 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,500 અને નીચામાં રૂ.18,300 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.175 વધી રૂ.18,400ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,201.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1202.80 અને નીચામાં રૂ.1200 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.80 ઘટી રૂ.1200.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.20 વધી રૂ.927.60 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.330 ઘટી રૂ.26,170 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,210 સોદાઓમાં રૂ.1,732.60 કરોડનાં 3,669.994 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 43,693 સોદાઓમાં કુલ રૂ.1,704.23 કરોડનાં 266.333 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.271.23 કરોડનાં 12,775 ટન, જસતના વાયદાઓમાં રૂ.209.97 કરોડનાં 8,575 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,002.97 કરોડનાં 13,9250 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,026.15 કરોડનાં 7,078.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.124.90 કરોડનાં 6,965 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,378 સોદાઓમાં રૂ.927.06 કરોડનાં 18,42,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 27,818 સોદાઓમાં રૂ.1,876.63 કરોડનાં 5,95,63,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 20 ટન અને કોટનના વાયદાઓમાં 761 સોદાઓમાં રૂ.69.45 કરોડનાં 27200 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 75 સોદાઓમાં રૂ.3.36 કરોડનાં 36 ટન, રબરના વાયદાઓમાં 19 સોદાઓમાં રૂ.0.35 કરોડનાં 19 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 754 સોદાઓમાં રૂ.121.27 કરોડનાં 10,520 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,768.737 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 515.329 ટન, એલ્યુમિનિયમમાં 10,865 ટન, જસત વાયદામાં 5,965 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,7850 ટન, નિકલ વાયદામાં 2,413.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,345 ટન, ક્રૂડ તેલમાં 5,07,900 બેરલ અને નેચરલ ગેસમાં 2,47,30,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 54450 ગાંસડી, મેન્થા તેલમાં 488.52 ટન, રબરમાં 130 ટન, સીપીઓમાં 63,890 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,357 સોદાઓમાં રૂ.108.76 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 626 સોદાઓમાં રૂ.46.79 કરોડનાં 659 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 731 સોદાઓમાં રૂ.61.97 કરોડનાં 789 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,962 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 683 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,201ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,233 અને નીચામાં 14,148ના સ્તરને સ્પર્શી, 85 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 9 પોઈન્ટ ઘટી 14,159ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,740ના સ્તરે ખૂલી, 155 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 57 પોઈન્ટ ઘટી 15,678ના...