કપાસ, સીપીઓ, રબર અને કોટનના વાયદામાં ચાલુ રહેલો સુધારાનો દોર : મેન્થા તેલમાં નરમાઈ બુલડેક્સ વાયદામાં 93 પોઈન્ટ અને મેટલડેક્સ વાયદામાં 110 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,27,558 સોદાઓમાં કુલ રૂ.9,620.81 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.110 વધ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.373 ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એલ્યુમિનિયમ, તાંબુ અને સીસું ઘટવા સામે નિકલ અને જસત વધી આવ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં તેજીની આગેકૂચ રહી વાયદો વધુ વધ્યો હતો, જ્યારે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને રબરમાં સુધારાનો દોર ચાલુ રહી વાયદા વધુ વધ્યા હતા, જ્યારે મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સ વાયદામાં 93 પોઈન્ટ અને મેટલડેક્સ વાયદામાં 110 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 69,556 સોદાઓમાં કુલ રૂ.4,087.33 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,140 અને નીચામાં રૂ.49,075ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.110 અથવા 0.22 ટકા વધી રૂ.49,105ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.20 અથવા 0.05 ટકા વધી રૂ.39,340 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 અથવા 0.04 ટકા વધી રૂ.4,861ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.72,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,189 અને નીચામાં રૂ.71,698ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.373 અથવા 0.52 ટકા ઘટી રૂ.71,875ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 31,384 સોદાઓમાં કુલ રૂ.1,912.24 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,955ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,012 અને નીચામાં રૂ.4,955ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.66 અથવા 1.34 ટકા વધી રૂ.5,009 બોલાયો હતો. કૃષિ કોમોડિટીઝમાં 2,212 સોદાઓમાં રૂ.327.55 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1305.50 અને નીચામાં રૂ.1300ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.4 અથવા 0.31 ટકા વધી રૂ.1303ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.23,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.23,830 અને નીચામાં રૂ.23,610ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.10 અથવા 0.04 ટકા વધી રૂ.23,720ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1144ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1149.10 અને નીચામાં રૂ.1133ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.5.60 અથવા 0.49 ટકા વધી રૂ.1146.70ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.16 અથવા 0.09 ટકા વધી રૂ.17,059 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.2.70 અથવા 0.3 ટકા ઘટી રૂ.912ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,840 સોદાઓમાં રૂ.1,687.44 કરોડનાં 3,414.630 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 56,716 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.2,399.89 કરોડનાં 333.479 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,444 સોદાઓમાં રૂ.1,007.88 કરોડનાં 20,21,000 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,940 સોદાઓમાં રૂ.904.36 કરોડનાં 4,00,33,750 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 4 સોદાઓમાં રૂ.0.10 કરોડનાં 16 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 442 સોદાઓમાં રૂ.40.38 કરોડનાં 17,025 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,673 સોદાઓમાં રૂ.282.70 કરોડનાં 24,900 મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,131.273 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 521.649 ટન, એલ્યુમિનિયમ 12,870 ટન, જસત 17,115 ટન, તાંબુ 11,6800 ટન, નિકલ 3,019.500 ટન, સીસું 6,325 ટન, ક્રૂડ તેલ 11,86,000 બેરલ્સ અને નેચરલ ગેસ 2,73,06,250 એમએમબીટીયૂ તેમ જ કપાસ 60 ટન, મેન્થા તેલ 43.2 ટન, રબર 226 ટન, રૂ (કોટન) 1,92,375 ગાંસડી, સીપીઓ 71,100 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,388 સોદાઓમાં રૂ.111.67 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 693 સોદાઓમાં રૂ.56.81 કરોડનાં 742 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 695 સોદાઓમાં રૂ.54.86 કરોડનાં 714 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 979 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 775 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,256ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,349 અને નીચામાં 15,256ના સ્તરને સ્પર્શી, 93 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 15 પોઈન્ટ અથવા 0.1 ટકા ઘટી 15,301ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 15,305ના સ્તરે ખૂલી, 110 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 58 પોઈન્ટ અથવા 0.38 ટકા વધી 15,342ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 7,725 સોદાઓમાં રૂ.575.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.43.29 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.54.45 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.477.70 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.651 ખૂલી, ઊપરમાં...